મગફળી

મગફળી ભારતનો સૌથી મહત્વપૂર્ણ તેલીબિયાં પાકોમાંનો એક અને ખાદ્ય તેલનો મોટો સ્ત્રોત છે.
તે એક મૂલ્યવાન ખાદ્ય અને રોકડીયો પાક પણ છે જે ખેડૂતોની આવક અને ગ્રામીણ આજીવિકાને ટેકો આપે છે.
કઠોળ વર્ગનો (શિમ્બી કુળનો) પાક હોવાને કારણે, તે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા સુધારવામાં મદદ કરે છે અને પાકની ફેરબદલી માટે એકદમ અનુકૂળ છે.

તમારા મગફળીના પાકને ફોસ્ફરસની જરૂર શા માટે છે?

મૂળનો વિકાસ અને
મૂળગંડિકાનું નિર્માણ

ફોસ્ફરસ મૂળના મજબૂત વિકાસને પ્રોત્સાહન આપે છે અને મૂળગંડિકા (નોડ્યુલેશન) ના નિર્માણમાં વધારો કરે છે, જે મગફળીમાં કુદરતી નાઇટ્રોજન સ્થાપન (ફિક્સેશન) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઉર્જા ટ્રાન્સફર અને
શરૂઆતી વૃદ્ધિ

તે એટીપી (ATP) ના નિર્માણ માટે આવશ્યક છે, જે પાકની શરૂઆતી મજબૂતાઈ, છોડના સારા વિકાસ અને ફૂલ આવવાની પ્રક્રિયામાં મદદ કરે છે.

સૂયડા બેસવા, દોડવાનો
વિકાસ અને ઉત્પાદન

પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ મળવાથી સૂયડા (પેગ) વધુ બેસે છે, કાતરી/દોડવાનો (પોડ) વિકાસ સારો થાય છે અને અંતે ઉત્પાદન તેમજ તેલના ટકા (ઉતારા) માં વધારો થાય છે.
તેલંગાણા આંધ્ર પ્રદેશ ગુજરાત કર્ણાટક મધ્ય પ્રદેશ રાજસ્થાન તમિલનાડુ

મગફળી

ખાતરનો ભલામણ કરેલ ડોઝ (કિલો/હેક્ટર)

નાઇટ્રોજન

12.5

ફોસ્ફરસ

25

પોટાશ

-

સલ્ફર

20

સૂક્ષ્મ પોષકતત્વો

આયર્ન

10

કિલો/હેક્ટર

ઝીંક

5

કિલો/હેક્ટર

TSP નો ડોઝ: ફોસ્ફરસની જરૂરિયાત માટે (કિલો/હેક્ટર)

ડોઝ

55

ખાતર આપવાની ઉત્તમ પદ્ધતિ

વાવણી સમયે, સીડ કમ ફર્ટિલાઈઝર ડ્રિલ (વાવણીયા) દ્વારા આપો

પસંદ કરેલા રાજ્યો: ગુજરાત

મુખ્ય ઉત્પાદક રાજ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા

સ્ત્રોત: પાકની માહિતી

સ્ત્રોત: રાજ્યવાર માહિતી