કસ્ટમાઇઝેશન શું છે?

કસ્ટમાઇઝેશન એ એવી પદ્ધતિ છે, જે 4R સ્ટ્યુઅર્ડશિપના સિદ્ધાંતો પર આધારિત જમીન આરોગ્ય ઉકેલો તૈયાર કરે છે. ખાસ કરીને નાઇટ્રોજન અને ફોસ્ફરસ (N/P) ના યોગ્ય વિભાજન અને વ્યવસ્થાપન દ્વારા વધુ સંતુલિત અને ટકાઉ ખેતી પદ્ધતિઓથી જમીનનું આરોગ્ય સુધારવાનું તેનો મુખ્ય હેતુ છે.
આ ઉકેલો જમીનની જરૂરિયાત, પાકનો પ્રકાર, ખેડૂતના હેતુઓ, ખેતી પદ્ધતિઓ અને સ્થાનિક કૃષિ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. સાથે જ, ચેનલ પાર્ટનર્સ, રિટેલર્સ, સહકારી સંસ્થાઓ, ખેડૂતો, એગ્રી-ફૂડ બિઝનેસ અને અંતિમ ગ્રાહકો જેવા વિવિધ ક્ષેત્રો માટે મૂલ્ય સર્જે છે.

સ્થાનિક પરિસ્થિતિઓ, કૃષિ પદ્ધતિઓ અને ગ્રાહકોની પસંદ સાથે સુસંગત રહીને આ અભિગમ વધુ અસરકારક અને ટકાઉ બને છે. પરિણામે, વિવિધ વિસ્તારોમાં જમીનનું આરોગ્ય અને કૃષિ ઉત્પાદનક્ષમતા વધુ સારી રીતે વધારવામાં મદદ મળે છે.

TSP ની મહત્વપૂર્ણ ભૂમિકા

TSP માત્ર ફોસ્ફરસનો સ્ત્રોત નથી, પરંતુ કસ્ટમાઇઝ્ડ ખાતર વ્યવસ્થાપનને સક્ષમ બનાવતું એક મહત્વપૂર્ણ સાધન છે. વ્યાપક પોષકતત્વ વ્યવસ્થાપન યોજનામાં સામેલ થવાથી, તે પાકની જરૂરિયાત, યોગ્ય સમય અને જમીનની સ્થિતિ અનુસાર ફોસ્ફરસનો ચોક્કસ પુરવઠો સુનિશ્ચિત કરે છે, સાથે જ અન્ય જરૂરી પોષકતત્વોના સંતુલિત ઉપયોગને પણ સમર્થન આપે છે. કૃષિ વિજ્ઞાન, ડેટા અને ટકાઉપણાના આધાર પર તૈયાર કરાયેલો આ અભિગમ વિવિધ ખેતી પદ્ધતિઓમાં માપી શકાય તેવી અસરકારક કિંમત પ્રદાન કરે છે.

Commodity
Fertilizers

Customization
Solutions

કસ્ટમાઇઝેશનના મુખ્ય આધારસ્તંભો

4R પોષક તત્વ મેનેજમેન્ટ
પોષકતત્વ વિભાજન વ્યવસ્થાપન

OCP Nutricrops પાક ઉત્પાદન, નફાકારકતા અને ટકાઉ ખેતી વધારવા માટે 4R પોષકતત્વ સ્ટ્યુઅર્ડશિપ મોડેલને પ્રોત્સાહન આપે છે. અમે સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ તૈયાર કરેલી શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિઓ (BMPs) દ્વારા ખેડૂતોને સહાય કરીએ છીએ, જેથી ખાતરોનો યોગ્ય ઉપયોગ થાય અને પોષકતત્વોની નુકસાની ઓછી થાય. આ અભિગમ પાકની જરૂરિયાત મુજબ યોગ્ય પોષકતત્વ પુરવઠો સુનિશ્ચિત કરે છે, કાર્યક્ષમતા વધારે છે અને પર્યાવરણનું સંરક્ષણ કરવામાં મદદ કરે છે. અમારા મતે, 4R સ્ટ્યુઅર્ડશિપ ટકાઉ કૃષિ અને મજબૂત ખેતી પ્રણાલીની મહત્વપૂર્ણ ચાવી છે.

યોગ્ય સ્ત્રોત

પાકની જરૂરિયાત મુજબ યોગ્ય ખાતરની પસંદગી.

યોગ્ય સ્થળ

પોષકતત્વોને પાક માટે યોગ્ય જગ્યાએ પહોંચાડવું.

યોગ્ય માત્રા

જરૂરી એટલી જ માત્રામાં ખાતરનો ઉપયોગ.

યોગ્ય સમય

પાકને જરૂર હોય ત્યારે પોષકતત્વો ઉપલબ્ધ કરાવવું.

ડેટા અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ

OCP Nutricrops ડેટા આધારિત કસ્ટમાઇઝેશન માટે ચાર પરસ્પર જોડાયેલા મુખ્ય તબક્કાઓ પર કાર્ય કરે છે — જમીન વિશ્લેષણ, ખેડૂત-કેન્દ્રિત ઉકેલો, ડિજિટલ ટેકનોલોજીનું એકીકરણ અને કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ વિકાસ. આ પ્રક્રિયા સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરે છે અને ખેડૂતો માટે વાસ્તવિક મૂલ્ય સર્જે છે.

તબક્કો 01

જમીનની જરૂરિયાતો

માટી વિશ્લેષણ અને ડિજિટલ મેપિંગ દ્વારા પોષક

તબક્કો 04

કસ્ટમાઇઝ્ડ ઉકેલો

માટી સંબંધિત માહિતી, ગ્રાહકોની જરૂરિયાતો અને

તબક્કો 02

ખેડૂત અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ

OCP Nutricrops પોતાની રણનીતિના કેન્દ્રમાં

તબક્કો 03

ડેટા અને ડિજિટલ
ટેકનોલોજી

OCP Nutricrops અદ્યતન કૃષિ ઉકેલોના માધ્યમથી

તબક્કો 01

જમીનની જરૂરિયાતો

માટી વિશ્લેષણ અને ડિજિટલ મેપિંગ દ્વારા પોષક તત્ત્વોની જરૂરિયાત ચોક્કસ રીતે ઓળખવામાં આવે છે અને વિસ્તાર મુજબ ખાતર વ્યવસ્થાપન માટે રિયલ-ટાઈમ, કસ્ટમાઇઝ્ડ ભલામણો આપવામાં આવે છે. જેના કારણે ખેતી વધુ કાર્યક્ષમ, ટકાઉ અને ઉત્પાદનક્ષમ બને છે.

STEP 04

Customized Solutions

By combining soil data, customer insights, and digital technologies, OCP Nutricrops delivers comprehensive, high-value solutions that go beyond basic fertilizer offering tailored packages that address farmers’ specific needs and drive long-term impact.

તબક્કો 04

કસ્ટમાઇઝ્ડ ઉકેલો

માટી સંબંધિત માહિતી, ગ્રાહકોની જરૂરિયાતો અને ડિજિટલ ટેક્નોલોજીના આધાર પર, OCP Nutricrops ખેડૂતો માટે તેમની જરૂરિયાત મુજબ અસરકારક અને સંપૂર્ણ ઉકેલો પ્રદાન કરે છે, જે લાંબા ગાળે સારા પરિણામો આપે છે.

તબક્કો 02

ખેડૂત અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ

OCP Nutricrops પોતાની રણનીતિના કેન્દ્રમાં ખેડૂતો અને ગ્રાહકોને રાખે છે. તેમની જરૂરિયાતો અને ઉપયોગની સમજના આધારે, દરેક ઉકેલને વિચારપૂર્વક તૈયાર કરીને તેમની સફરમાં સરળતાથી જોડવામાં આવે છે.

તબક્કો 03

ડેટા અને ડિજિટલ ટેકનોલોજી

OCP Nutricrops અદ્યતન કૃષિ ઉકેલોના માધ્યમથી નવીનતાને પ્રોત્સાહન આપે છે. વૈશ્વિક નિષ્ણાતોના નેટવર્ક અને ડિજિટલ ટેક્નોલોજીની મદદથી ખેડૂતોને એકીકૃત અને અસરકારક સહાય પૂરી પાડીને વાસ્તવિક મૂલ્ય સર્જવામાં આવે છે.