મોરોક્કન OCP ગ્રુપની પેટાકંપની, OCP ન્યુટ્રીક્રોપ્સ, માટીની તંદુરસ્તી અને છોડના પોષણલક્ષી ઉકેલો વિકસાવવા માટે કટિબદ્ધ છે જે ખાદ્ય સુરક્ષા અને સાતત્યપૂર્ણતામાં વૈશ્વિક પડકારોનો સામનો કરે છે. ફોસ્ફેટ ઉદ્યોગમાં એક સદીથી વધુની કુશળતાના સમર્થન સાથે, અમે OCP ગ્રુપના અજોડ સંસાધનોનો લાભ લઈએ છીએ, જેમાં વિશ્વના જાણીતા ફોસ્ફેટ ભંડારના 70% સુધીની વિશિષ્ટ ઍક્સેસ અને વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદન સુવિધાનો સમાવેશ થાય છે, જે વાર્ષિક 13 મિલિયન મેટ્રિક ટન ખાતરનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
OCP ગ્રુપની નિપૂણતા અને અગ્રેસર રહેવાની ભાવનાનો લાભ ઉઠાવતા, અમે ઉત્પાદકતા તેમજ ટકાઉપૂર્ણ વિકાસને આગળ વધારવા અને અમારી પ્રક્રિયાઓને અદ્યતન બનાવવાની સાથે અમારા ગ્રાહકો માટે લાંબા સમય સુધી મૂલ્યની પ્રાપ્તિ કરાવવા અમારી પ્રક્રિયાઓને નવતર અને અદ્યતન બનાવવાનું ચાલુ રાખીએ છીએ.
ખેડૂત-કેન્દ્રિત અભિગમ સાથે, OCP ન્યુટ્રીક્રોપ્સ ભારતીય ખેડૂતોને ચોક્કસ પાકની જરૂરિયાતો અને પ્રાદેશિક પરિસ્થિતિઓના આધારે માટીની ફળદ્રુપતા સુધારવામાં મદદ કરી રહી છે. અદ્યતનઢબે માટીનું મેપિંગ, કસ્ટમાઇઝ ફર્ટિલાઈઝર અને ડિજિટલ કોશલ્ય દ્વારા, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે ખેડૂતોને અસરકારક અને ટકાઉ ઉકેલો સુધી પહોંચ પ્રાપ્ત થાય જે માટીની તંદુરસ્તીને સર્વોત્તમ બનાવે, ઉપજ વધારે અને પર્યાવરણનું રક્ષણ કરે.
OCP ઘણા દાયકાઓથી ભારતમાં ઉપસ્થિતિ ધરાવે છે, જે દેશના ફર્ટિલાઈઝર ક્ષેત્રને ઉચ્ચ-ગુણવત્તાવાળા ફોસ્ફેટિક કાચા માલ અને તૈયાર ખાતરો સાથે સહાયરૂપ થાય છે. તાજેતરના વર્ષોમાં, OCP ન્યુટ્રીક્રોપ્સ ભારતમાં કૃષિશાસ્ત્રીઓ, નિષ્ણાતો અને સ્થાનિક હિસ્સેદારો સાથે નિકટતાપૂર્વક કામ કરી રહી છે, જેથી માટીની તંદુરસ્તીને વધારવા, ઉત્પાદકતામાં સુધારો લાવવા અને લાંબાગાળાનું કૃષિ ટકાઉપણું આણવા અદ્યતન અને કસ્ટમાઇઝ કૃષિ પદ્ધતિઓ અપનાવવાને પ્રોત્સાહન આપી શકાય.